નવસારીમાં નશામાં ધૂત વીજ કંપનીના ડ્રાઈવરે 10 વાહનને લીધા અડફેટે, સદનસીબે કોઈ જાનહાની નહીં - Dussehra Tekri
🎬 Watch Now: Feature Video
નવસારીમાં ભરચક દશેરા ટેકરી વિસ્તારમાં વીજ કંપનીના ઑફ ડ્યૂટી કર્મચારીએ નશામાં ધૂત થઈને ગાડી ચલાવી હતી. તે દરમિયાન તેણે 10થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. તેના કારણે લોકો રોષે ભરાયા હતા. ત્યારે ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ નશામાં ધૂત આ ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. તો પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Drunk Driver Accident in Navsari Police Arrested Dussehra Tekri