બાબરી ધ્વંશ મુદ્દે ન્યાય થયો, ચૂકાદામાં સમય લાગતા વૃદ્ધ નેતાઓને મુશ્કેલી વેઠવી પડીઃ તોગડિયા - CBIની સ્પેશિયલ કોર્ટ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : CBIની સ્પેશિયલ કોર્ટ દ્વારા બુધવારે બાબરી ધ્વંસના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ ચૂકાદા બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉક્ટર પ્રવિણભાઈ તોગડીયાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તોગડીયા જણાવ્યું હતું કે, અમે કોર્ટના આદેશનું માન રાખીએ છીએ અને જો વહેલો ચૂકાદો આવ્યો હોત તો એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી જેવા દિગજ્જ નેતાઓને હજૂ સુધી કોર્ટના ધક્કા ખાવા ન પડ્યા હોત.