સુરેન્દ્રનગર ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ - latestsurendranagarnews
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રોડ રસ્તા,ગામડાના એસ.ટી. રૂટો, આરોગ્ય સેવા, બાકી સરકારી લેણાંની રિકવરી, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રસ્તા રિફ્રેશિંગ કામગીરી, વીમા કંપની ને લગતા પ્રશ્નો, પાક વીમાની અરજીઓ, ગરીબ લાભાર્થીઓને ફાળવેલ પ્લોટની સનદો, જર્જરિત આંગણવાડી કેન્દ્રો વિગેરે તેમજ વિવિધ સામાજિક રાજકીય અને લોક હિતાર્થેના કામ બાબતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.આ સંકલનની બેઠકમાં જિલ્લા કલેકટર કે રાજેશ, અધિક કલેકટર એન.ડી. ઝાલા, એસ.પી. મહેન્દ્ર બગડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ વિવિધ સરકારી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.