દાહોદ: પ્રયાગરાજ મહાકુંભથી પરત ઘરે ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારને દાહોદમાં અકસ્માત નડ્યો છે. મળતી માહિતી અનુસાર, ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 4 ના મોત થાય છે તો 8 લોકો ઘાયલ થાય છે.
લીમખેડાના પાલ્લી હાઇવેથી મહાકુંભમાં ગયેલા અંકલેશ્વર અને ધોળકા સહિત પરિવારના સભ્યો ટાટા વિંગર ટ્રાવેલર ગાડીમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલર ગાડીએ ટક્કર મારતા મોટો અકસ્માત સર્જાયો હતો. માહિતી અનુસાર, આ ટ્રકમાં લીમખેડાના પાલ્લી ખાતે ખામી આવતા રસ્તા નજીક ઉભી કરવામાં આવી હતી. આ ટ્રક યુપીના રેણુકોટથી ભરૂચ કેમિકલ પાવડર લઈ જઈ રહી હતી.
ઘટનાની જાણ થતાં Dysp સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. ભયાનક ઘટનાને લઈને પરિવારમાં ગમગીન માહોલ છવાયો છે. પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે.
![શ્રદ્ધાળુ પરિવારને દાહોદમાં અકસ્માત નડ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/23548619_thumb.jpeg)
માહિતી અનુસાર, અકસ્માતની ઘટનામાં ભરૂચના પતિ પત્નીનું મોત થયું છે. સાથે અમદાવાદના ધોળકા તાલુકાના બે વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે.
![શ્રદ્ધાળુ પરિવારને દાહોદમાં અકસ્માત નડ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/23548619_thum.jpeg)
મૃત્યુ પામનાર વ્યક્તિના નામ:
- દેવરાજસિંહ લાખાભાઈ નકુમ (47) અંકલેશ્વર, ભરૂચ
- જશુબા દેવરાજભાઈ નકુમ (49) અંકલેશ્વર, ભરૂચ
- સિધ્ધરાજસિંહ જીતેન્દ્રસિંહ ડાભી (32) ધોળકા, અમદાવાદ
- રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી (47) ધોળકા, અમદાવાદ
આ પણ વાંચો: