બનાસકાંઠાના સુઈગામમાં ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરાઈ - Wow Suigam
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ફરીયાદો આવી રહી છે. જેને પગલે વાવ પોલીસે તપાસ હાથ ધરતા વાવ સુઈગામ રોડ પર બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું નેટવર્ક ઝડપાયું છે. જેમાં વાવ સુઈગામ રોડ પર આવેલી હોટલ પર એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં બાયોડીઝલ ભરતા પોલીસે રંગેહાથ 2 શખ્સને ઝડપ્યા હતા. પોલીસે પ્રાથમિક પૂછપચ્છ કરતા ટેન્કરની દેખરેખ રાખનારા પથુજી ઠાકોર અને હોટલનો માલિક ધર્માભાઈ પ્રજાપતિ બન્ને સાથે મળી બાયોડીઝલનું વેચાણ કરતા હતા. તેમજ હોટલ પર આવતાં અને રોડ પરથી પસાર થતા ટ્રક ચાલકો ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. જેથી પોલીસે કુલ 17.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે હોટલ માલિક સહિત બે શખ્સો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.