વડોદરામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર થયેલી ડીઝલ ચોરીની ફરિયાદ પાછી ખેંચવા માગ - Vadodara Collector
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રણોલીમાં ઝડપાયેલાં ડીઝલ ચોરી કૌભાંડમાં સમસ્ત રાજપૂત સમજે એકજૂથ થઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓ પર કરાયેલી પોલીસ ફરિયાદ પછી ખેંચવા માગ કરી હતી. રાજકીય વગ ધરાવનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ વિરુદ્ધ જવાહરનગર પોલીસ મથકમાં ડીઝલ ચોરીનો ગુનો નોંધાયો હતો. જે મામલે રાજપૂત કરણી સેના, શક્તિ સેના, મહાકાલ સેના, સહિત વિવિધ રાજપૂત સંગઠનો ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં આવ્યા હતા અને અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.