નવસારીના વૉર્ડ 12માં EVMમાં સર્જાઇ ખામી, દોઢ કલાક મતદાન અટક્યું - Gujarat election 2021
🎬 Watch Now: Feature Video
નવસારીઃ વિજલપોર નગરપાલિકાની ચૂંટણીના પ્રારંભે જ નવસારીના વિવિધ વૉર્ડમાં EVMમાં ખામી સર્જાવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં નવસારીના વૉર્ડ નં. 12માં ટેક્નિકલ સ્કૂલના મતદાન મથકમાં દોઢ કલાક સુધી EVM બંધ રહેતા મતદારો અકળાયા હતા. ઘટનાની જાણ થતા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને વૉર્ડના આગેવાનો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. દોઢ કલાક સુધી મતદાન અટકતા મતદારોની લાંબી લાઇન થઈ હતી, જ્યારે ઘણા મતદારો કંટાળીને પાછા ફર્યા હતા.