કેશુબાપાનું અવસાન : શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી શ્રદ્ધાંજલિ - કેશુભાઇ પટેલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9359471-29-9359471-1603983902415.jpg)
કચ્છ : જિલ્લાના પ્રવાસ આવેલા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુરુવારના રોજ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના નિધન બાબતે શોક વ્યક્ત કરવા ભુજ ખાતે શોકાંજલિ સભાનું આયોજન કર્યું હતું. જેમાં ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોઠાસૂઝ સાથે વહીવટકર્તા અને સંગઠક કેશુબાપની વિદાયથી ઉંડા દુઃખની લાગણી અનુભવું છું. ભાજપ અને ગુજરાતને બાપાની વિદાયથી મોટી ખોટ પડી છે. ભાજપ પક્ષમાં અને સરકારમાં 50 વર્ષ સુધી કેશુભાઈ સાથે કામ કરવાની મને તક મળી છે. આ સાથે તેમને પ્રભુને કેશુભાઈ પટેલની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.