ETV Bharat / state

છોટા ઉદેપુર નગરપાલિકામાં એકપણને બહુમતી નહીં: ભાજપને સત્તા માટે કેટલા સભ્યોની જરૂર? જાણો - CHHOTA UDEPUR MUNICIPALITY

છોટાઉદેપુર નગર પાલિકાનું ચોકાવનારું પરિણામ, કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં

ભાજપને સત્તા માટે કેટલા સભ્યોની જરૂર? જાણો
ભાજપને સત્તા માટે કેટલા સભ્યોની જરૂર? જાણો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2025, 9:04 PM IST

છોટા ઉદેપુરઃ છોટા ઉદેપુર જીલ્લા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં નસવાડીની પાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 81 મતની લીડથી કોંગ્રસના ઉમેદવાર દિનેશ બીબલાભાઈ ભીલે આ બેઠક પર જીત મેળવી છે. તો તાંદલજા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોરધન વિઠ્ઠલભાઈ બારીયા 2254 મત મેળવી જીત મેળવી છે.

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો પર જીત મેળવી છે. તો કોંગ્રસ માત્ર 1 બેઠક પર જીત મેળવી છે. જ્યારે સમાજવાદી પાર્ટી 6 બેઠક મેળવી છે, તો સર્વ સમાજ પાર્ટી 4 બેઠકો મેળવી છે, બહુજન સમાજ પાર્ટીએ પણ 4 બેઠક મેળવી છે. ઉપરાંત અપક્ષોએ 4 બેઠકો મેળવી છે અને નવ નિર્માણ મંચે 1 બેઠક મેળવી છે.

  • ભાજપા : 8
  • કોંગ્રસ : 1
  • અપક્ષ: 4
  • સર્વ સમાજ પાર્ટી: 4
  • સમાજવાદી પાર્ટી: 6
  • બી. એસ પી: 4
  • નવ નિર્માણ મંચ: 1

7 વોર્ડની 28 બેઠકોમાં બોર્ડ બનાવવા 15 સભ્યોની જરૂર પડતી હોય છે. પરંતુ સિંગલ લાર્જીસ પાર્ટી તરીકે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી, સર્વ સમાજ પાર્ટી અને અપક્ષનો ટેકો મળે બોર્ડ બનાવે તેવા હાલ સમીકરણો રચાઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

છોટા ઉદેપુરમાં પરીણામો બાદનો માહોલ (Etv Bharat Gujarat)

એક મતથી પૂર્વ કોર્પોરેટર હાર્યા

વોર્ડ નંબર 5 માં પૂર્વ કોર્પોરેટર ઝહીરભાઈ મકરાણીને 868 મત મળ્યા હતા, જયારે મુફિઝ એહમદ શેખ 869 મતો મળતા પૂર્વ કોર્પોરેટર ઝહીરભાઈ મકરાણી માત્ર એક મતથી ચૂંટણી હારી ગયા હતા. આ વોર્ડમાં અપક્ષ ઉમેદવાર નઝમા બેન 1838 જેટલાં રેકોર્ડ મતથી વિજયી બન્યા છે.

છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીના છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં જોવા જઈએ તો ભાજપા કે કોંગ્રસ જેવી રાષ્ટ્રીય પાર્ટીઓને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેથી અપક્ષ કે અન્ય પક્ષના સભ્યોનો ટેકો લઈને બોર્ડ બનાવવું પડ્યું છે. ત્યારે આ વખતે પણ અપક્ષો, સર્વ સમાજ પાર્ટી, બસપા વગેરે કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા છે. તેમના ટેકાથી અન્ય પાર્ટી બોર્ડ બનાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

૭ વાર્ડમાં કોણ કોણ જીત્યું તેમના નામ

વોર્ડ નંબર 1

  1. નસીમબાનું દાલ, કોંગ્રસ, 712 મત
  2. નઝમાબેન મલા, અપક્ષ, 773 મત
  3. શૈલેષભાઇ રાઠવા અપક્ષ, 570 મત
  4. ઝાકીરહુશેન અંધી અપક્ષ, 1273 મત

વોર્ડ નંબર 2

  1. અલ્પાબેન શાહ BJP ૧૦૭૭ મત
  2. મુકેશભાઈ (કિરમાની) રાઠવા BJP ૧૧૨૯ મત
  3. વર્ષાબેન ધોબી BJP ૯૦૫ મત
  4. પ્રશાંતભાઈ પટેલ BJP ૧૧૩૭ મત

વોર્ડ નંબર 3

  1. મધુબેન દિલીપભાઈ રાઠવા, સર્વ સમાજ પાર્ટી 486 મત
  2. અસ્માબેન પઠાણ, સર્વ સમાજ પાર્ટી, 610 મત
  3. ઝાકીરહુશેન દડી, સર્વ સમાજ પાર્ટી, 621 મત
  4. તસ્લીમખાન પઠાણ, સર્વ સમાજ પાર્ટી, 648 મત

વોર્ડ નંબર 4

  1. શ્વેતાબેન પરમાર, BJP, 870 મત
  2. સુષ્માબેન રાઠવા, BSP, 1071 મત
  3. મંજુલાબેન કોલી, BJP, 763 મત
  4. જીમિતકુમાર રાઠવા, BSP, 944 મત

વોર્ડ નંબર 5

  1. પારુલબેન તડવી, સમાજવાદી પાર્ટી, 920 મત
  2. નઝમાબીબી પઠાણ, અપક્ષ, 1838 મત
  3. પરવેઝ મકરાણી, સમાજ વાદી પાર્ટી, 1465 મત
  4. મુફિઝએહમદ શેખ, સમાજવાદી પાર્ટી, 869 મત

વોર્ડ નંબર ૬

ભાવિકાબેન તડવી, સમાજ વાદી પાર્ટી, 483 મત

રસીદાબીબી શેખ, સમાજ વાદી પાર્ટી, 813 મત

કમલેશભાઈ વણકર, સમાજવાદી પાર્ટી, 1211 મત

ફારૂકભાઈ ફોદા, નવ નિર્માણ મંચ, 1237 મત

વોર્ડ નંબર 7

મીનાબેન બારીયા, BSP, 986 મત

પ્રતિકાબેન જાની, BSP, 1219 મત

વિમલકુમાર દરજી, BJP 1095 મત

વંદનકુમાર પંડીયા, BJP, 1121 મત

છોટા ઉદેપુર નગર પાલિકામાં પચરંગી સરકાર બનવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. નગર પાલિકાનું ચોંકાવનારું પરિણામ આવતા પ્રજામાં અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે. નગરમાં વર્ષોથી ચૂંટાઈ આવતા દિગ્ગજ નેતાઓ આદમભાઈ સુરતી, બસપાના પ્રમુખ નરેન જયસ્વાલ હારી ગયા હતા.

છોટાઉદેપુ માં ભાજપને 8, કોંગ્રેસને 1, સમાજવાદી પાર્ટીને 6, બસપાને 4, ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4, નવનિર્માણ મંચને 1 તેમજ અપક્ષ ઉમેદવારોને 4 બેઠકો મળી, કોઈપણ રાજકીય મોટી પાર્ટીને બહુમતીના મળતા ગઠબંધન કરવું પડશે.

છોટાઉદેપુર નગર પાલિકાની 28 બેઠકો માટેનું મતદાન તા. 16 ફેબ્રુઆરીના રોજ થયું હતું. જેમાં 72.65% મતદાન નોંધાયું હતું. જેની મત ગણતરી આજરોજ તા 18 ફેબ્રુઆરીએ પૉલી ટેકનીક કોલેજ ખાતે થઈ હતી. જેમાં 28 માંથી 8 જેટલી બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે આમ આદમી પાર્ટી ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગઈ હતી. છોટા ઉદેપુર નગરમાં પ્રથમ વખત લડનારી સમાજવાદી પાર્ટીને 6 બેઠકો તેમજ ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4 બેઠકો મળી છે. જ્યારે 4 અપક્ષ, બસપાને 4 અને નવનિર્માણ મંચને 1 બેઠક મળી હતી. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અપક્ષ અને અન્ય પ્રાદેશિક પાર્ટીના ટેકાથી સત્તામાં આવે તેવી સ્પષ્ટ શક્યતાઓ જણાઈ રહી છે.

છોટા ઉદેપુર નગર પાલિકામાં આવેલા 7 વોર્ડ પૈકી 28 સભ્યોના ચૂંટાવાથી નગર પાલિકાનું બોર્ડ બને છે. આ ચૂંટણીમાં 28 બેઠકોના જંગ માટે 99 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને સમગ્ર ચૂંટણી ભારે રસાકસી ભરી રહી હતી. પરતું રાષ્ટ્રીય લેવલે ઊંચુ સ્થાન ધરાવતી કોંગ્રેસ પાર્ટીને માત્ર 1 બેઠક મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીનો એકપણ ઉમેદવાર જીત્યો નથી. જે ભારે નવાઈ ભરી વાત છે. નગર પાલિકાનું આ ચોંકાવનારું પરિણામ આવ્યું હોય અને સ્પષ્ટ બહુમતી કોઈ પણ પક્ષને મળી ન હોય જેથી ગઠબંધન કરવું ભાજપે આવશ્યક થઈ પડયું છે.

ઉલ્લેખનીય છેકે 1996 બાદ પ્રથમ વખત છોટા ઉદેપુર નગર પાલિકામાં ભાજપ સત્તામાં આવશે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. છોટા ઉદેપુર નગરમાં ગત ટર્મમાં કોંગ્રેસની 8 જેટલી બેઠકો આવી હતી અને ભાજપની માત્ર 4 બેઠકો આવી હતી પરતું ચાલુ સમયમાં કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતા હવે ભાજપની 4 બેઠકો વધી હોય તેમ લાગી રહ્યું છે. છોટા ઉદેપુરના સ્થાનિક રાજકારણમાં ભારે પ્રભુત્વ ધરાવતા આ નેતાઓ ભાજપમાં આવી જતા ભાજપને ફાયદો થયો છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. આવનારા દિવસોમાં ગઠબંધન માટે પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહેલગાહે ઉપડી જાય અને કોણ કોને ખેંચે છે તે જોવાનું રહ્યું.

  1. ભાજપ-કોંગ્રેસ-આપ જોતા રહી ગયા અને થાન નગરપાલિકાની 3 બેઠક લઈ ગઈ આ પાર્ટી
  2. જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકામાં ભગવો લહેરાયો, જાણો કેટલી મળી બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.