ડાંગઃ ભાજપના ઉમેદવાર વિજય પટેલનો 59,504 મતથી ભવ્ય વિજય
🎬 Watch Now: Feature Video
ડાંગઃ જિલ્લાની 173 વિધાનસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવારનો પ્રચંડ બહુમતી સાથે વિજય થયો છે. 59,504 મતથી વિજયભાઈ પટેલની ભારે બહુમતી સાથે વિજય થયો છે. ભાજપ પક્ષની આ ઐતિહાસિક જીત છે. વિજેતા ઉમેદવાર વિજયભાઈ પટેલ સાથે ETV ભારતની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ જીત ડાંગ જિલ્લાનાં લોકોની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓ છે. સાથે જ કેન્દ્રિય નેતૃત્વ અને સુરત ભાજપ સંગઠનનાં કાર્યકર્તાઓની છે. જીત બાદ તેઓ પોતાની મોવડી મંડળ સાથે મીટિંગ કરી ડાંગ જિલ્લાનાં નાના-મોટા પ્રશ્નો હલ કરશે તેમ જણાવ્યું હતું.