સી યુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું - નૌશાદ સોલંકી
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : શહેરમાં આવેલી સી યુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (ટીબી હોસ્પિટલ)ના કર્મચારીઓએ હોસ્પિટલ સ્ટાફના વર્ગ - 3 અને વર્ગ - 4ના આઉટ સોર્સિંગ કર્મચારીઓને પૂરતુ વેતન, પગાર વધારો અને કાયમી કરવામાં ન આવતા દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીની ઉપસ્થિતિમાં અંદાજે 200થી વધુ કર્મચારીઓએ હોસ્પિટલ પરિષરમાં જ રેલી, રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. હોસ્પિટલના સંચાલકો દ્વારા તમામ પડતર માગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોહીથી પત્ર લખી ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.