જુનાગઢ: મહા શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસીઓ એકમાત્ર આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આવા સમયે નાગા સન્યાસીઓ દ્વારા ભભૂત થી લઈને અલગ અલગ શણગાર કરવામાં આવતો હોય છે. ખાસ હરિદ્વાર થી આવેલા રુદ્રાક્ષ બાબા સમગ્ર શરીરે રુદ્રાક્ષ ધારણ કરીને અનોખી રીતે શિવ ભક્તિ કરી રહ્યા છે. ગુરુ પરંપરા અનુંસાર સન્યાસીએ રુદ્રાક્ષ શરીરે ધારણ કરવું પડે છે, જેને કારણે નાગા સન્યાસીએ સમગ્ર શરીર પર રુદ્રાક્ષ ધારણ કરીને ધુણી ધખાવી છે.
રુદ્રાક્ષ ધારણ કરેલા હરિદ્વાર ના નાગા સન્યાસી: મહા શિવરાત્રીનો મેળો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર સમગ્ર દેશમાંથી આવેલા નાગા સન્યાસીઓ આદિ અનાદિ કાળથી બનતા રહ્યા છે. ત્યારે ખાસ હરિદ્વાર થી ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં આવેલા નાગા સન્યાસીએ સમગ્ર શરીર પર રુદ્રાક્ષ ધારણ કરીને એક અનોખું આકર્ષણ ઊભુ કર્યું છે. સન્યાસ પરંપરામાં મહાદેવને પ્રિય એવા અનેક શણગારો નાગા સન્યાસી દ્વારા કરવામાં આવતા હોય છે. મહાદેવને અતિ પ્રિય એવા રુદ્રાક્ષને ધારણ કરીને ખાસ હરિદ્વાર થી આવેલા રૂદ્રાક્ષ બાબા અલખને ઓટલે ધૂણી ધખાવીને દત્ત અને દાતારની આ ભૂમિમાં સદાશિવની આરાધના કરતા જોવા મળી રહ્યા છે.
ગુરુ શિષ્યની પરંપરા અનુસાર રુદ્રાક્ષ કર્યા ધારણ: હરિદ્વાર થી આવેલા રુદ્રાક્ષ બાબા તેમના ગુરુ શિષ્યની પરંપરા અનુસાર શરીરે 80 કિલો જેટલા રુદ્રાક્ષ ધારણ કરીને છે. તેમના ગુરુ પણ આ જ પ્રકારે સમગ્ર શરીર પર રુદ્રાક્ષ ધારણ કરીને મહાશિવરાત્રીનો મેળો કે મહા કુંભમાં હાજરી આપતા હતા. ગુરુની આ પરંપરા શિષ્ય રુદ્રાક્ષ બાબા એ પણ જાળવી રાખી છે અને હાલ તેઓ ભવનાથ વિસ્તારમાં સમગ્ર શરીર પર રુદ્રાક્ષ ધારણ કરીને ધુણી ધખાવી રહ્યા છે, જેના દર્શન કરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો આવી રહ્યા છે.


ભાવિકો માટે આકર્ષણનું એક કેન્દ્ર: નાગા સન્યાસીઓ દ્વારા કરવામાં આવતો શણગાર મેળામાં આવતા ભાવિકો માટે પણ ખૂબ જ મહત્વનો મુદ્દો હોય છે. કહેવાય છે કે, શણગારમાં મહાદેવના દર્શન થઈ જતા હોય છે, જેથી રુદ્રાક્ષ બાબા હાલ મેળામાં આવતા પ્રત્યેક ભાવિકો માટે આકર્ષણનું એક કેન્દ્ર પણ બની રહ્યા છે.
આ પણ વાંચો: