વડાપ્રધાન માટે બનાવવામાં આવી રહી છે ખાસ પ્રકારની પાધડી, જૂઓ વીડિયો... - તુકારામ મહારાજની મૂર્તિનો ઉદ્ઘાટન સમારોહ
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર : 14મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દેહુમાં જગતગુરુ સંત તુકારામ મહારાજની મૂર્તિનો ઉદ્ઘાટન સમારોહ(Inauguration ceremony of statue of Tukaram Maharaj) યોજાવાનો છે. પ્રશાસને આ પ્રવાસ માટે વિશેષ તૈયારીઓ કરી છે. ટેમ્પલ ટ્રસ્ટ પીએમ મોદીને ખાસ ડિઝાઇન કરેલી તુકારામ પાઘડી આપશે. પાઘડી ડિઝાઇનિંગ માટે પુણેમાં જાણીતા મુરુડકર ઝેંદેવાલેને દેહુ સંસ્થાનના ટ્રસ્ટીઓ દ્વારા તુકારામ પાઘડીઓ અને એસેસરીઝ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડિઝાઇનર મુરુડકરે કહ્યું કે, દેશના વડાપ્રધાનને આજે તુકારામ મહારાજના વિચારોની જરૂર છે. તે દૃષ્ટિકોણથી તુકારામ મહારાજ જે રીતે પાઘડી બાંધતા હતા તે જ રીતે અમે પાઘડી બનાવીએ છીએ. આ માટે અમે ફેબ્રિકની એ જ પેટર્નનો ઉપયોગ કર્યો છે જે તે સમયે પાઘડી બનાવવા માટે વપરાતો હતો. આ પાઘડી સફેદ રંગની હશે. આ કપડા પર તુકોબાના પસંદ કરેલા અભંગ લખવામાં આવશે. જગતગુરુ તુકારામ અને મોદીને તેમની સંસ્કૃતિ પર ગર્વ છે.