આહવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો - dang news
🎬 Watch Now: Feature Video
ડાંગ : સમગ્ર દુનિયામાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસ માટે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે કેબિનેટ પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતમાં કુલ 200 આરોગ્ય કર્મીઓને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આહવા સુવિલ હોસ્પિટલમાં 100 અને સાકરપાતળમાં 100 આરોગ્ય કર્મીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા આહવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનારા આરોગ્યકર્મી ડૉ. ગૌરાંગ પટેલે પ્રથમ રસી લગાવવામાં આવી હતી. ડૉ. ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, કોરોના રસીની કોઈપણ આડઅસર જણાઈ નથી.