GRP Constable saves a lady : જીઆરપી જવાનની સતર્કતાથી કેવી રીતે બચી મહિલાની જિંદગી જૂઓ
🎬 Watch Now: Feature Video
જોધપુર- શનિવારે સાંજે જોધપુર સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેનો હાથ છૂટી ગયો અને તે પ્લેટફોર્મ પર પડી જ રહી હતી ત્યાં તો જીઆરપીના કોન્સ્ટેબલની સતર્કતાથી મહિલા પ્રવાસીને ખેંચી લીધી (GRP saves life of woman) હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો. 7 મે 2022ના રોજ સાંજે લગભગ 8:00 વાગ્યે, જોધપુર પ્લેટફોર્મ પર આવી રહેલી જમ્મુ તાવી એક્સપ્રેસ પૂર્ણપણે ઊભી રહી ન હતી તેવામાં તે મહિલાએ ચઢી જવાનો પ્રયાસ કર્યો, પણ તે ચઢી ન શકી. ટ્રેનમાં ચડતાં પહેલાં તેનો હાથ લપસી ગયો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પડી જતી હતી કે પ્લેટફોર્મ પર ઉભેલા જીઆરપી કોન્સ્ટેબલ સાજન રામે તરત જ મહિલાનો હાથ પકડીને તેને ખેંચી લેતાં તેનો જીવ (Woman's life saved after coming under train in Jodhpur)બચી ગયો હતો.