કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કર્યું - undefined
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરમાં કૉંગ્રેસના નેતાઓએ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કૉંગ્રેસના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ શરૂ થયાના 2 મિનિટ બાદ જ હોબાળો શરૂ કરી દિધો હતો. પ્રશ્નો પર સરકાર ચર્ચા કરતાં ન હોવાનો આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. સરકાર દ્વારા લોકસાહીનું હનન કરવામાં આવી રહ્યું છે તેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.