રાધનપુરની રેફરલ સિવિલ હોસ્પિટલ બચાવવા કોંગ્રેસે અભિયાન હાથ ધર્યું - કોંગ્રેસે અભિયાન
🎬 Watch Now: Feature Video
પાટણ: જીલ્લાના રાધનપુરમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા આ હોસ્પિટલમાં સરકાર દર્દીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપે તેવી માંગ સાથે સિવિલ હોસ્પિટલ બચાવ અભિયાનનો આજથી પ્રારંભ કર્યો છે.પાટણના રાધનપુરની સિવિલ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસે આજથી આંદોલન છેડયું છે. રાધનપુરની સરકારી હોસ્પિટલમાં પૂરતા સ્ટાફનો અભાવ તેમજ હોસ્પિટલમાં જવા આવવાનો મુખ્ય માર્ગ પર વારંવાર પાણી ભરાવવા સહિતના પ્રશ્નો સાથે રાધનપુર કોંગ્રેસના પ્રભારી લાલેશ ઠક્કરે આ અભિયાન શરુ કર્યુ છે.