ભારે વરસાદના કારણે કલેકટરે આપી ચેતવણી - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15984384-thumbnail-3x2-rain.jpg)
સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે લેવામાં આવી રહેલા પગલાઓની વિગતો આપતા જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં 28 જેટલા કોઝવે, નાળા પરના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 13 ઈચ વરસાદ પડવાને કારણે તાલુકાના આઠ જેટલા મેજર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડાના 56 જેટલા ગામોમાં કાચા મકાનોમાં રહેતા રહીશોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જયારે આ ગામોમાં આવેલા તળાવ, જળાશયો, ડેમોમાં કોઈ પણ માછીમારી ન કરે તે અંગેની સુચનાઓ પણ ગ્રામજનોને આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કોઈ માનવની જાનહાનિ ન હોવાનું કલેકટરએ જણાવ્યું હતું.