જામનગરમાં મહોરમ પર્વની ઊજવણી...જુઓ Video - ઇબ્રાહિમ દલ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં મુસ્લિમોના પવિત્ર માતમના પર્વ મહોરમની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વની સૌથી શ્રેષ્ઠ મહોરમની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવે છે. હજરત ઇમામ હુસેન અને તેમના 72 જાંબાઝ સાથીદારોએ અસત્ય સામે સત્યની લડાઈને લઈને વહોરેલી શહાદતની યાદમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગઈકાલ શહાદતની રાતના દિવસે જુદા જુદા વિસ્તારોમાં તાજિયા કમિટી દ્વારા કલાત્મક અને બેનમુન તાજીયા માતમના પડમાં લાવવામાં આવ્યા હતા. મંગળવારના જામનગર શહેરના રાજમાર્ગો પર ભવ્ય જુલુસ કલાત્મક તાજીયા નિકળશે. જામનગરના તાજીયા દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે અને લાઇટિંગ તેમજ વિવિધ સંદેશાઓ આપતાં તાજિયા જુલુસ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમજ નાના મોટા થઇને હજારોની સંખ્યામાં તાજીયાઓ બનાવવામાં આવે છે. જ્યારે મહોરમ નિમિત્તે ઠેર ઠેર આમ ન્યાઝ અને સરબત વિતરણ પણ કરવામાં આવે છે. અને રાજવી સમયનો ચાંદીનો તાજીયો અને અમિધુળ ધોયાનો તાજિયો પણ એક ખૂબ જ મોટું આકર્ષણ છે. સતત બે ત્રણ મહિનાની જહેમતથી હિન્દુ મુસ્લિમ યુવાનો સાથે મળીને તાજીયાઓ બનાવે છે અને આજે જામનગર શહેરમાં તાજીયાઓના ભવ્ય જુલૂસ લાખોની સંખ્યામાં લોકો ઉમટશે અને સાંજના સમયે તાજા તાજીયા ટાઢા થશે. જયારે મહોરમના પર્વમાં કોમી એકતાનો પણ એક અનોખો સંદેશો જોવા મળે છે.