જમ્મુ કાશ્મીરમાં આ રીતે બસ પર કરવામાં આવ્યો આતંકી હુમલો, જૂઓ CCTV ફૂટેજ
🎬 Watch Now: Feature Video
સુંજવાન : જમ્મુના સુંજવાન વિસ્તારમાં આર્મી કેમ્પ પાસે આતંકવાદીઓએ CISF બસને નિશાન બનાવ્યા બાદ અર્ધલશ્કરી દળનો એક જવાન શહીદ અને અન્ય નવ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હુમલા બાદ એન્કાઉન્ટર શહરૂ કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી બે એકે-47 રાઈફલ્સ, હથિયારો, દારૂગોળો, સેટેલાઇટ ફોન અને અન્ય ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબા જિલ્લાની મુલાકાતના બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુંજવાનમાં એન્કાઉન્ટર થયું હતું. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, પોલીસ અને સુરક્ષા દળોએ એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે કહ્યું કે સુંજવાન આર્મી કેમ્પ પણ આતંકવાદીઓના નિશાના પર હોઈ શકે છે.