RSSના સભ્યના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા, CCTV ફૂટેજ આવ્યા સામે - RSSના સભ્યના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા
🎬 Watch Now: Feature Video

તમિલનાડુ : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency) દ્વારા ભારતભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (Popular Front of India) સામે દરોડા પાડ્યા બાદ તમિલનાડુમાં પેટ્રોલ બોમ્બ હુમલાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. શનિવારે (24 સપ્ટેમ્બર) સાંજે મદુરાઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) એક સભ્યના ઘર પર ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં (Petrol bombs hurled at RSS member house) આવ્યા હતા. આ હુમલામાંથી એક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસ તેની તપાસમાં લાગેલી છે.