બીલીમોરામાં આવેલો આંતલીયા ઉડાચને જોડતો બ્રિજ વરસાદની સામે ઝૂક્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2022, 10:26 PM IST

નવસારી: દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ખાનાખરાબી સર્જાય છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ સાથે જ અનેક મિલકતોને પણ નુકસાન થયું છે. બીલીમોરા શહેરમાં આવેલા આંતલીયા ઉડાચને જોડતા(Bridge Connecting Antalya Udach) બ્રિજનો એક્ સપાન ઝુકી જવા પામ્યો હતો. જેને લઇને વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું હતું. ગણદેવીના ધારાસભ્ય(MLA from Gandevi) નરેશ પટેલને આ વાતની જાણ થતા તાત્કાલિક તેઓ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય નરેશ પટેલે ખુશી વ્યક્ત કરી હતી કે, આ સ્પાન જુકી જવાથી કોઈ અકસ્માત થયો નથી. જાન હની થઈ નથી. છેલ્લા ચાર દિવસથી ધારાસભ્ય પોતે આ બ્રિજ ઉપરથી અવારનવાર પસાર થઈ રહ્યા હતા છતાં પણ કોઈ અકસ્માત ન થતા તે સદભાગ્ય કહી શકાય. અંગ્રેજો દ્વારા નિર્માણ પામેલા 100 વર્ષથી વધુના ઓવરબ્રિજ હજુ પણ હયાત છે. સારી કન્ડિશનમાં છે, ત્યારે છેલ્લા 8 વર્ષમાં નિર્માણ પામેલા બ્રિજનો સ્પાન કઈ રીતે ઝૂકી શકે. તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. હલકી ગુણવત્તાનું કામ (Poor quality work)અને બ્રિજની બનાવટમાં બેદરકારી(Negligence in construction of bridge) હોવાની ચર્ચાએ બીલીમોરા શહેરમાં જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.