બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો એતિહાસિક વિજય - bjp

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2019, 9:26 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં લોકસભા 2019ની ચૂંટણી થયા બાદ આજે દેશભરમાં એકસાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટેની ગણતરી જગાનાની પોલીટેકનીક કોલેજમાં હાથ ધરાઈ હતી. જેમાં રાજ્યના પાણીપુરવઠા પ્રધાન અને ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો ઐતિહાસિક વિજય થયો હતો. જેમાં 3.50 લાખ કરતા પણ વધુ મતથી પરબતભાઇનો વિજય થતા કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી તેમજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી મતગણતરી સેન્ટર ઉપર દોડી આવ્યા હતા અને પરબત પટેલને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. જો કે, પરબત પટેલે તેમની જીતને ઐતિહાસિક જીત ગણાવી હતી, જેમાં મહત્તમ રાજ્યને કેંદ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને કાર્યકર્તાઓની મહેનતને આભારી ગણાવી હતી. જો કે, દાંતા વિધાનસભા બેઠકમાંથી હંમેશા ભાજપને ફટકો પડતો રહ્યો છે. પણ આ ચૂંટણીમાં ભાજપને દાંતા વિધાનસભા બેઠકમાંથી પણ આદિવાસી લોકોના મતો મળ્યા હોવાથી ભારે ખુશી વ્યક્ત કરાઈ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.