કાગળના પત્તાની જેમ ટ્રક પાણીના વહેણમાં તણાઇ ગઇ, જૂઓ વીડિયો... - ટ્રક પાણીના પ્રવાહમાં તણાઇ ગઇ
🎬 Watch Now: Feature Video
છત્તિસગઢ : બીજાપુરમાં ભારે વરસાદ બાદ વરસાદે ભારે તબાહી મચાવી(Heavy rains in Chhattisgarh) છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ટ્રક વરસાદી નાળામાં સંપૂર્ણ રીતે ડૂબી(truck sank into water) રહી છે. જોકે, ડ્રાઈવરે પોતાની જાતને સુરક્ષિત કરી લીધી છે. બીજાપુર જિલ્લામાંથી PDS રાશનથી ભરેલી ટ્રક ભોપાલપટ્ટનમ સબડિવિઝનના મેટ્ટુપલ્લી ગામમાં વરસાદી નાળામાં વહી ગઈ હતી. આ ઘટના રવિવારે સવારે 7 વાગ્યે બની હતી. જેમાં ડ્રાઇવરની બેદરકારી પણ સામે આવી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા અને પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. SDM, તહસીલદાર અને ખાદ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વરસાદને કારણે અવપલ્લી, ભોપાલ પટના, બીજાપુર સહિત ભૈરમગઢમાં કાઈ નદીના નાળા તૂટયા છે.