બિહારના લખીસરાયમાં વિક્રમશિલા એક્સપ્રેસની 10 બોગીને આગ ચાંપી - Agnipath army recruitment plan
🎬 Watch Now: Feature Video
બિહારમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં (agneepath yojana protest) આજે ત્રીજા દિવસે પણ બિહારના બક્સર, લખીસરાય, સમસ્તીપુર, હાજીપુર, બેતિયા, ખગરિયા અને આરા સહિત અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ રેલ્વે ટ્રેક પર પ્રદર્શન (Agnipath scheme controversy ) કરી રહ્યા છે. બક્સર ડુમરાઉં રેલ્વે સ્ટેશનની અપ અને ડાઉન લાઈનો બ્લોક થઈ ગઈ હતી. દિલ્હી-કોલકાતા રેલ મુખ્ય માર્ગ જામ થવાને કારણે ઘણી ટ્રેનો કલાકો સુધી અટવાઈ પડી હતી. બીજી તરફ લખીસરાયમાં પણ વિરોધ (Bihar lakhisaray agneepath protest) કરી રહેલા વિદ્યાર્થીઓએ વિક્રમશિલા એક્સપ્રેસની 10 બોગીને આગ ચાંપી દીધી હતી. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી.