વડાપ્રધાનના આગમનને લઈને ભુજમાં દિપાવલી પર્વ જેવો માહોલ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
🎬 Watch Now: Feature Video
કચ્છ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે PM Modi Gujarat Visit આવી રહ્યા છે. 28મી ઓગસ્ટના રોજ સ્મૃતિવન, સરહદ ડેરીના PM Modi in Kutch નવા પ્લાન્ટ, અંજારના વીર બાળ સ્મારક સહીતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે કચ્છ આવી રહ્યા છે. ભુજમાં તેઓ કચ્છની પ્રજાને સંબોધન Narendra Modi Gujarat visit Schedule 2022 કરશે ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ભુજની વિવિધ સરકારી ઇમારતો, શહેરના તમામ સર્કલ, સ્મૃતિવન વગેરેને વિવિધ કલરફુલ રોશની, એલ.ઇ.ડી લાઇટથી દુલ્હન જેમ શણગારવામાં આવ્યું છે. રાત્રે રોશનીના નયનરમ્ય દશ્યો સર્જાતા દિવાળી પહેલા જ ભુજમાં દિપાવલી પર્વ જેવો માહોલ ઉભો થયો છે. શહેરીજનોમાં પણ લોકલાડીલા વડાપ્રધાનને આવકારવા થનગનાટ જોવા મળી રહ્યો છે.
Last Updated : Aug 28, 2022, 6:39 AM IST