માણાવદરના બાંટવાના ખારા ડેમના દરવાજા ખોલ્યા, એકનું મોત - માણાવદર
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે બાંટવાના ખારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. માણાવદરના કેટલાક ગામોમા છેલ જેવી પરિસ્થિતી સર્જાઇ હતી. જેના પગલે કોડવાવ ગામનો 18 વર્ષીય યુવક કોઝવે પરથી પસાર થતા પાણીમાં તણાયો હતો. યુવકની શોધખોળ કરી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.