બેટલ ઓફ બેલી ડાન્સર્સ કાર્યક્રમમાં બજરંગદળે પાડ્યો ભંગ
🎬 Watch Now: Feature Video
છત્તિસગઢની રાજધાની રાયપુરની હોટલ સયાજીમાં બેલી ડાન્સરના કાર્યક્રમને લઈને વિવાદ થયો હતો. બેલી ડાન્સના કાર્યક્રમની માહિતી મળતા જ બજરંગ દળના કાર્યકરોએ વિરોધ (bajrang dal Protest against Battle of Belly Dancers program ) કર્યો હતો. જે બાદ આયોજકોએ કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો. બેટલ ઓફ બેલી ડાન્સર્સ નામનો કાર્યક્રમ 24 જૂનથી 3 જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવ્યો હતો. આ ડાન્સ પ્રોગ્રામ માટે વિદેશથી ડાન્સર્સ બોલાવવામાં આવ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ કાર્યક્રમના આયોજનને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Bajrang Dal protest in Raipur) કરી હતી. આ પછી પણ જ્યારે હોટેલીયર્સે કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલ પર પહોંચ્યા અને ત્યાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે હોટલમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે બાદ હોટેલીયર્સે તાત્કાલિક પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ અને બજરંગદળના આગેવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. લાંબા સમય સુધી પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે હોબાળો થયો હતો. જે બાદ આયોજકોએ લેખિતમાં જણાવ્યું કે તેઓ આ ઈવેન્ટ બંધ કરાવી રહ્યા છે, ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.