લો બોલો ધાર્મિક કાર્યક્રમોમાં પણ લોકો જપતા નથી, લીમડીમાં જૂથ અથડામણ, 15 ઈજાગ્રસ્ત - Government Hospital Limbdi
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરમાં લીંબડીના પરાલી ગામમાં ધાર્મિક પ્રસંગમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તેના કારણે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગામમાં માતાજીના ધાર્મિક પ્રસંગમાં ડિસ્કો કરવા બાબતે 2 પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી. જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પરિવારોએ સામસામે ઈંટો, લાકડી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. ત્યારે આ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામને લીંબડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, અત્યારે પાણશીણા પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. At Religious events Group Clash in Limbdi Surendranagar Panshina Police Station Government Hospital Limbdi