Vadodara in pelted stones : વડોદરામાં મોડી રાત્રે અસામાજીક તત્વોએ કર્યો પથ્થર મારો, સમગ્ર ઘટના થઇ કેમેરામાં કેદ - clashes between two groups in vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરના રાવપુરા મેઇન રોડ પરના ટાવરથી અમદાવાદી પોળ વચ્ચે બે વાહનો ટકરાતા મામલો ગરમાયો(case of vehicles colliding become hot) હતો. સામાન્ય અકસ્માતની આ ઘટનાએ જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પથ્થમારો થયો(Vadodara in pelted stones) હતો. જેમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા સામાન્ય રાહદારીઓ પણ તેનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. પથ્થરમારાની ઘટનામાં અનેક વાહનોમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. બનાવને પગલે રાવપુરા ટાવર ખાતે મોટી સંખ્યામાં લોકના ટોળા એકત્ર થયા હતા અને ભારે તંગદિલી સર્જાઇ હતી. અસામાજીક તત્વો દ્વારા કોઠી પોળ ખાતેના સાંઇ બાબાના મંદિરમાં તોડફોડ કરી મૂર્તિને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતુ. પોલીસને બનાવની જાણ થતાં કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ પણ મોડી રાતે સ્થળ પર પહોંચ્યાં હતા. શાંતિનો ભંગ કરનાર અસામાજીક તત્વોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી.