આણંદ જિલ્લા ભાજપે વિજય ઉત્સવ ઉજવ્યો - Local self-government elections
🎬 Watch Now: Feature Video

આણંદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામેલો જોવા મળી રહ્યો છે. યોજાયેલી મહાનગરપાલિકાના કોર્પોરેટરની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી તમામ 6 મહાનગરપાલિકા પર જીત મેળવી ભગવો લહેરાવ્યો છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સવ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ મીડિયા સમક્ષ પાર્ટીના જીત મેળવેલ ઉમેદવારોને અભિનંદન પાઠવી ભારતીય જનતા પાર્ટી આગામી તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ રીતે ભવ્ય જીત મેળવશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.