પાટણમાં પ્રસિદ્ધ યાત્રાધામ શેત્રુંજય પર્વતના પટની ઝાંખી ગોઠવાઈ, જૈનોએ કર્યા દર્શન
🎬 Watch Now: Feature Video
પાટણ: જૈન સમાજમાં ચાતુર્માસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. અષાઢ સુદ ચૌદસથી શરૂ થતા ચાતુર્માસમાં વિવિધ જૈન અપાશ્રયો અને દેરાસરોમાં જૈન સાધુ- સાધ્વીજીઓ ચાર મહિના સુધી એક જ સ્થળે સ્થાયી થઈ આરાધના અને ઉપાસના કરે છે તેમજ વ્યાખ્યાનો યોજી ધર્મનું જ્ઞાન આપે છે. શુક્રવારે કારતક સુદ દિવસે ચાતુર્માસ પૂર્ણ થતાં શહેરના ત્રિસુતિક અપાશ્રય ,પંચાશર દેરાસર સહિતના વિવિધ દેરાસરો- ઉપાશ્રયોમાં પ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં (Shatrunjay Parvat in Patan) આવેલા શેત્રુંજય પર્વતના પટ દર્શનની ઝાંખી (An overview of Shatrunjay Parvat) ગોઠવવામાં આવી હતી. જ્યાં શ્રદ્ધાળું જૈન શ્રાવકોએ પટ પૂજા વિધિ કરી દર્શન કર્યા હતા.