અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 11 જાન્યુઆરીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ધાટન કર્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આ પતંગ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
47 દેશોમાંથી 143 પતંગબાજોએ લીધો ભાગ
આજે 11 જાન્યુઆરીથી શરુ થયેલા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લીધો છે. અમદાવાદનો પતંગ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે.આ ઉપરાંત સુરત, વડોદરા, સુરત, શિવરાજપુર અને ધોરડો ખાતે પણ પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે.
દેશ-વિદેશના પંતગબાજોએ ઈટીવી ભારત સાથે શેર કર્યા પોતાના અનુભવો
દેશ-વિદેશમાંથી આવેલા કેટલાંક પતંગબાજો અને પતંગના આર્ટિસ્ટો સાથે ઈટીવી ભારતના ગુજરાત બ્યુરો ચીફ પરેશ દવેએ ખાસ વાતચીત કરી હતી, મોટાભાગના વિદેશી પતંગબાજોએ પોતાના અનુભવને આનંદદાયક અને ઉત્સાહથી ભરપુર ગણાવ્યો હતો અને આ પ્રકારના આયોજનથી તેઓ અભીભૂત થયા હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં ભાગ લેવા બેલારૂસથી આવેલી એન્જેલિકાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને પોતાના અનુભવો વર્ણાવતા ખુશી વ્યક્ત કરી હતી
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા અમદાવાદ આવેલા યુરોપીય દેશ સ્લોવાકિયાના પતંગબાજ અહીં આવીને ખુબજ પ્રભાવીત થયાં હતા અને પોતાના અનુભૂતી વર્ણવી હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં ભાગ લેવા અમદાવાદ આવેલી ઈજીપ્તની પતંગબાજ મહેરમે જણાવ્યો પોતાનો અનુભવ.
અમદાવાદમાં આજથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં ઈન્ડોનેશિયાથી ગ્રુપ સાથે ભાગ લેવા આવેલી સિમહાએ અનુભવો સાથે વ્યક્ત કરી ખુશી
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં ભાગ લેવા આવેલું પૉલેન્ડનું પતંગબાજ કપલ બાર્બરા અને માર્ટિને પણ આ પતંગ મહોત્સવના આયોજનને લઈને ખાસ વાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં ભાગ લેવા આવેલા ગ્રીસના યુવા પતંગબાજ પણ અહીં આવીને ખુબ જ ખુશખુશાલ દેખાયા હતાં.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં મેક્સિકોનું એક ગ્રુપ પણ સહભાગી થયું છે. જેના કેટલાંક સભ્યોએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં ભાગ લેવા આવેલા ભારતીય આંતરરાષ્ટ્રીય કાઈટ મેકર અબ્દુલ રઉફે પોતાના અનુભવો ઈટીવી ભારત સાથે શેર કર્યા હતા.
કયા કયા દેશોના પતંગબાજો લીધો ભાગ ? આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 2025 માં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગારી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબનોન, લીથું ઉનીયા, મલટા ,મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પૈન, સ્વીઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વિયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.