હમીદ ખાન જરૂરિયાતમંદોને મફત ઓક્સિજન સિલિન્ડર આપીને ઘણા લોકો માટે તારણહાર બન્યો - કોવિડ દર્દી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11654913-934-11654913-1620233744690.jpg)
અમદાવાદ : ગુજરાત સહિત ઘણા રાજ્યો ઓક્સિજનની અછત સાથે ઝઝૂમી રહ્યા છે, જે ઘણા કોવિડ દર્દીઓના મૃત્યુ માટેનું એક કારણ બની રહ્યું છે. ત્યારે અમદાવાદનો હમીદ ખાન જરૂરિયાતમંદોને મફત ઓક્સિજન સિલિન્ડર આપીને ઘણા લોકો માટે તારણહાર બન્યો છે. ETV BHARAT સાથે વાત કરતા હમીદ ખાને જણાવ્યું હતું કે, તેના ભાભી માટે હોસ્પિટલનો બેડ અથવા ઓક્સિજન ન મળતાં તેમના પરિવારજનોએ ઘણા દિવસોથી ખૂબ જ દુ:ખ સહન કર્યું છે. જે દુઃખ મેં ઓક્સિજનના અભાવને કારણે વેઠ્યું તે બીજા પણ વેઠી રહ્યા છે, તેથી જ મેં નક્કી કર્યું કે, આપણે લોકોને મદદ કરવી જોઈએ.'