પીએમ મોદીના કાફલાએ એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો, સોસીયલ મીડિયામાં વીડિઓ વાયરલ - pm modi give way to ambulance
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16516425-thumbnail-3x2-.jpg)
અમદાવાદમાં સભા સંબોધીને ગાંધીનગર જતી વખતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Ahmedabad Pm Modi stopped convoy) કાફલાને એમ્બ્યુલન્સનો અવાજ કાને પડઘાયો ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાનો કાફલો રોકીને ઈમરજન્સી વ્હીકલને રસ્તો આપ્યો છે. વડાપ્રધાન મોદીના કારના ડ્રાઈવરે આ વીડિયો શુટ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના પર ભાજપના નેતાએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપી દીધી છે. આ મામલે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નેતા હોય તો આવા. અમદાવાદથી ગાંધીનગર જતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો રોકીને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો (pm modi give way to ambulance) હતો.
Last Updated : Sep 30, 2022, 5:50 PM IST