ટ્રાફિકના નિયમોમાં કરાયેલા સુધારાને અમદાવાદીઓએ આવકાર્યા - અમદાવાદ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસુલવામાં આવશે, પરંતુ રાજય સરકારે દંડની રકમમાં સુધારો કર્યો છે. નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ થશે જેને અમદાવાદીઓએ આવકાર્યા છે. માર્ગો પર વધતા જતા અકસ્માતોને લઈને સરકારે મોટર વ્હિકલ એક્ટમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા છે. દંડની રકમ 10 ગણી કરી દેવામાં આવી હતી. જેને ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ કેન્દ્ર સરકારના દંડની રકમ કરતા ઓછી કરવામાં આવી હતી.