વડોદરા કરફ્યૂ: મહાનગરપાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ શાકભાજી બજારમાં પબ્લિક એનાઉન્સમેન્ટ કરીને લોકોને કરાયા જાગૃત - corona news of vadodara
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ હાલ તહેવારો બાદ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ગુજરાતના 4 મોટા શહેરો જેવાં કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તંત્ર સફાળું જાગ્યુ છે. નાગરિકો વધુ સતર્ક થાય તે માટે જાહેર બજારોમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ શાકભાજી બજારમાં પબ્લિક એનાઉન્સમેન્ટ કરીને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા અને ખાસ તકેદારી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી.