રિસ્ટાર્ટ હાર્ટ ડે નિમિત્તે વલસાડ એનેસ્થેસિયા એસોસિયેશનની અનોખી પહેલ - સાંઇ મંદિર
🎬 Watch Now: Feature Video
વલસાડ : 16 ઓક્ટોબરના રોજ વિશ્વ એનેસ્થેસિયા દિવસ અને રિસ્ટાર્ટ અ હાર્ટ ડેની ઉજવણી થાય છે. ત્યારે આ દિવસને વલસાડ એનેસ્થેસિયા એસોસિએશને સાર્થક કરતું કાર્ય કર્યું છે. તેમના દ્વારા વલસાડ સાંઈ મંદિર અને રેલવે સ્ટેશન પર બંધ હૃદયને ધબકતું રાખવા માટેનું એક વિશેષ મશીન મૂક્યું છે. જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિને આપાતકાલિન સમયમાં કરી શકશે. શુક્રવારે તિથલ ખાતે આવેલા સાંઈ બાબા મંદિર પર અને વલસાડ રેલવે સ્ટેશન પર ઓટોમેટિક ઇલેકટ્રિક ડિફબિલેટર(AEN) મશીન મૂકવામાં આવ્યું છે. વલસાડનો એનેસ્થેસિયા એસોસિયેશનના પ્રમુખ ડૉ. સંદિપ એચ. દેસાઈએ જણાવ્યું હતું કે, ક્રિટિકલ સ્થિતિમાં દર્દી માટે ઉપયોગી ઓટોમેટિક ઇલેકટ્રિક ડિફબિલેટર(AEN) મશીન સાંઇ મંદિરે અને રેલવે સ્ટેશને એસોસીએશને સ્વખર્ચે આ મશીન મૂકયું છે. આ મશીનના અંગે મંદિર અને સ્ટેશનના ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.