ISKCON Temple gaya: લો બોલો, ભગવાનને પણ લાગી ગરમી, મંદીરમાં લગાવાય એસી - Gaya temperature
🎬 Watch Now: Feature Video
ગયા: બિહારમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો વધતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ધાર્મિક શહેર ગયાની વાત કરીએ તો અહીં તાપમાન 37 ડિગ્રીની આસપાસ છે. આવી સ્થિતિમાં લોકો ગરમીથી બચવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ ધર્મના આ શહેરમાં ઘણા પ્રાચીન મંદિરો (ISKCON temple Gaya) છે અને મંદિરોમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. આવી સ્થિતિમાં ભગવાનને ગરમીથી બચાવવા માટે પણ અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. મામલો ઈસ્કોન મંદિર ગયાનો છે, જ્યાં ભગવાનને ગરમીથી બચાવવા માટે 24 કલાક એસી (AC for God in Gaya ) અને પંખાની સેવા આપવામાં આવી રહી છે.