સુરતમાં બંધારણ દિવસે દલિત સમાજ દ્વારા યોજાઈ રેલી, જૂઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
સુરત: સમગ્ર દેશમાં 26 જાન્યુઆરીએ 70માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 26મી નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. જ્યાં બાદમાં 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારતીય બંધારણનો અમલવારી શરૂ થયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન સુરતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં શિવશક્તિ-ભીમશક્તિ સેના માયનોરિટી ફાઉન્ડેશન દ્વારા અઠવાલાઇન્સ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવેલી રેલીમાં સમાજ અને ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પોહચી આવેદનપત્ર પાઠવ્યું હતું. સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આજે બંધારણ દિવસ છે અને બંધારણમાં નિર્દેશ તમામ મૌલિક અધિકારો દરેક વ્યક્તિને મળવા જોઈએ જેની રજૂઆત કરવામાં આવી હતી.