અરવિંદ કેજરીવાલે સુરતમાં કર્યો રોડ શો, મોટી સંખ્યામાં આપ કાર્યકરો જોડાયા
🎬 Watch Now: Feature Video
સુરત : કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક પર વિજય મેળવ્યો છે. જે બાદ શુક્રવારે આપ દ્વારા શક્તિપ્રદર્શન કરાયું હતું. જે અંતર્ગત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો કર્યો હતો. જેમાં 'સરદાર લડે ગોરો સે હમ લડેંગે ચોરો સે'ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રોડ શોમાં આપ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરીને વધામણાં કરવામાં આવ્યા હતા. આ રોડ શોમાં મોટી સંખ્યામાં આપ કાર્યકરો જોડાયા હતા.
Last Updated : Feb 26, 2021, 8:05 PM IST