ગાંધીજયંતીએ ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ - ગાંધીજીની 150મી જન્મ જયંતિ
🎬 Watch Now: Feature Video
ડાંગઃ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા ખાતે જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ,માજી જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. ગાંધી જયંતી નિમિત્તે સૌ મહાનુભવોએ મહાત્મા ગાંધી ઉદ્યાનમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સ્મરણાંજલિ આપી હતી. ત્યારબાદ શાળા, કોલેજ, પોલીસ જવાનો, વનવિભાગના કર્મીઓ રેલી સ્વરૂપે નીકળી આહવા નગરમાં સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે રેલીઓ કાઢીને સ્વચ્છતા રાખવાનો સંદેશો આપ્યો હતો. તથા આહવા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા જાળવવા તેમજ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનો સંકલ્પ લીધો હતો.