પેટ્રોલ ભરાવવા માટે આવેલી કારમાં અચાનક આગ લાગી, જૂઓ વીડિયો - ઔરંગાબાદ કારમાં આગ
🎬 Watch Now: Feature Video
ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના મહાનગર ઔરંગાબાદમાં (Maharashtra Aurangabad) એક પેટ્રોલ પંપ પાસે ઊભેલી કારમાં અચાનક (Car Fire At petrol Pump) કાર ભભુકી હતી. પેટ્રોલ પંપના સ્ટાફે સમયસર તકેદારી દાખવી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના ઔરંગાબાદના ફુલબારી તાલુકાના પાલ ફાટા ખાતે બની હતી. મંગળવારે મોડીરાત્રે પાલમ ફાટાના જય પેટ્રોલિયમ પંપ પર ફોર્ડ કાર MH20BN7329માં એક વ્યક્તિ આવ્યો હતો. પેટ્રોલ ભરતી વખતે કારના એન્જિનમાં અચાનક ધુમાડો (Smog from Car At Aurangabad) નીકળવા લાગ્યો. ડ્રાઈવર અને પંપના સ્ટાફે જોયું કે ધુમાડો વધી ગયો છે. તેઓએ તાત્કાલિક ફાયર એક્સટિન્યગ્યુસર લઈને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. તાત્કાલિક ઇમરજન્સી બટન અને ઓફિસ બંધ કરી ત્રણ ફાયર બોટલ વડે આગને કાબુમાં લેવામાં આવી હતી. સમયસરના પ્રયત્નોથી વધુ અકસ્માતો ટળી ગયા. જોકે, આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પાસે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સમયાંતરે કારમાં અચાનક લાગતી આગ ક્યારેક કોઈ મોટી ઘટના પાછળ જવાબદાર બની શકે છે.