આ ઘરમાં નિકળ્યા એટલા કોબ્રા કે ગણતા ગણતા પણ પરસેવો વળી જશે,જૂઓ વીડિયો... - अंबेडकरनगर न्यूज टुडे
🎬 Watch Now: Feature Video
આંબેડકર નગરઃ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં એક ઘરમાં મોટી સંખ્યામાં ઝેરી સાપ મળી આવ્યા છે. આ સાપ ઘરની અંદર રાખેલા માટીના વાસણમાં જોવા મળ્યા હતા. સાપની સંખ્યા લગભગ 90 જણાવવામાં આવી રહી છે. ઘરની અંદર જે સાપ જોવા મળે છે તે કોબ્રા પ્રજાતિના હોવાનું કહેવાય છે. જિલ્લાના આલાપુર તાલુકા વિસ્તાર હેઠળના મદુઆના ગામમાં એક ઘરની અંદર જૂના માટીના વાસણોમાં ઝેરી સાપનું ટોળું જોવા મળ્યું હતું. આ નજારો જોવા માટે ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કેટલાકે તેને કુદરતનો પ્રકોપ ગણાવ્યો છે તો કેટલાક તેને સાપની ખામી ગણાવી રહ્યા છે.
Last Updated : May 11, 2022, 1:07 PM IST