લીંબડી સબ જેલમાં કોરોના વિસ્ફોટ, 40 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
સુરેન્દ્રનગરઃ લીંબડી સબ જેલમાં રાખવામાં આવેલા 52 કેદીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 52 પૈકી 39 કેદીઓ અને એક જેલ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક સાથે એટલા કેસ સામે આવતા જેલ તંત્રમાં દોડધામ મચી હતી. હાલ કોરોના પોઝીટીવ 39 આરોપીઓ અને એક કર્મચારી સહિત 40 દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની જેલ તંત્રએ કવાયત શરૂ કરી છે. તેમજ અધિકારીઓ આરોગ્ય સ્ટાફ દ્વારા સબજેલ અને આજુ-બાજુના વિસ્તારને સેનેટાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.