ચાર ધારાસભ્યોએ લીધા શપથ, જૂઓ વીડિયો - Gujarat Legislative Assembly
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની ચાર ખાલી પડેલા વિધાનસભાની 4 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ચાર ધારાસભ્યોને આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લેવડાવ્યા હતા. આ સાથે વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ 103 થઈ ગયું છે. શપથ બાદ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી