લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા 33 સગર્ભાની તપાસ કરાઈ - Lunawada Urban Health Center
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મમતા કાર્ડ અંતર્ગત સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. નિશાંત પટેલ દ્વારા 33 સગર્ભા મહિલાઓની તપાસણી કરવામાં આવી હતી અને તમામ સગર્ભાઓનું લેબ ટેસ્ટીંગ, વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તપાસણી તેમજ ફિટલ હાર્ટ સાઉન્ડની તપાસણી પણ કરવામાં આવી હતી. લાભાર્થી મહિલાએ નિઃશુલ્ક સારવાર મેળવી આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કેમ્પમાં સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના કર્મચારીઓ તેમજ તબીબ ડૉ. કલ્પેશ સુથાર, ડૉ. મમતા માંનવેત અને ડૉ. આકાંક્ષા ચાવડાએ સક્રિય કામગીરી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.