ભાજપમાં ભંગાણ, કુતિયાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 151 ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા - Kutiana Taluka Panchayat
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પક્ષને મજબૂત બનાવવાની કવાયતમાં તમામ નેતાઓ લાગી ગયા છે. કુતિયાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 151 ભાજપના કાર્યકર્તાઓએ ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે. કુતિયાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભીમા સિદી સહિત, મહોબતપરા ગામના સરપંચ રામ ભાઈ ભાયા તથા ઉપસરપંચ પોપટ ભાઈ ખૂટી અને માલ ગામના સરપંચ નાગજણ રામા અને કુતિયાણા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટર અશ્વિન ભાઈ ભલોડિયા અને નાથબાવાના દેવો પટેલ સહિત 151 ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોનું કુતિયાણા ખાતે કોંગ્રસ નેતા અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું.