ડાયાબિટીસ ડે: ભારતમાં 6 થી 6.5 કરોડ લોકોને ડાયાબિટીસ - આઈ સી એમ આર નેશનલ બોર્ડ
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: 14 નવેમ્બર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ દિવસ તરીકે ઓળખાય છે. જેને પગલે વિશ્વમાં આ અંગેના અવરનેસ કાર્યક્રમો યોજાતા હોય છે. છેલ્લા કેટલાય સમયના ડાયાબિટીસ પરના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે તો જાણવા મળે છે કે, ડાયાબિટીસની બીમારી દિવસેને દિવસે વધી રહી છે. લોકોમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે. w.h.o.(world health organization)ના પ્રમાણે ભારતમાં 6 થી 6.5 કરોડ લોકોને ડાયાબિટીસ છે. જો આ પ્રકારની સ્થિતિ ડાયાબિટીસને લઈને રહી તો 2030 સુધીમાં આ આંકડો 10 કરોડ સુધી પહોંચી શકે છે. ડાયાબિટીસ માટે લોકોની લાઈફ સ્ટાઈલ જવાબદાર છે. 2013માં ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા ત્રણ હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કાર્બન અને રૂરલ બંનેમાં સ્ટડી થઈ હતી.જનરલ 7.3 ટકા લોકોને ડાયાબિટીસ હતું. આઈ.સી.એમ.આર નેશનલ બોર્ડ દ્વારા લગભગ 2015માં સ્ટડી થઇ હતી. જેમાં 11.30 ટકા લોકોને ડાયાબિટીસ હોય તેવું જાણવા મળ્યું હતું.
Last Updated : Nov 14, 2019, 10:35 AM IST