સંસદમાં નુસરત જહાંનો તીક્ષ્ણ સવાલ, 'રેલવે વેચવાનો સમય બતાવો રેલવે પ્રધાન' - કોંગ્રેસ સાંસદ નુસરત જહાં

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2022, 1:32 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયેલી તૃણમૂલ કોંગ્રેસના યુવા સાંસદ નુસરત જહાંએ (Congress MP Nusrat Jahan) લોકસભામાં રેલવે ગ્રાન્ટ પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારને આકરા સવાલ કર્યા હતા. નુસરત જહાંએ કહ્યું કે, ખેદની વાત છે કે નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં રેલ્વે ભાડું સતત વધી રહ્યું છે. રાજધાની અને દુરંતો એક્સપ્રેસમાં મુસાફરી સામાન્ય માણસની શક્તિની બહાર બની રહી છે, જે મમતા બેનર્જીના રેલ્વે પ્રધાનના કાર્યકાળ દરમિયાન ન હતી. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવને પૂછ્યું કે શા માટે દેશ સાથે છેતરપિંડી થઈ રહી છે. નુસરત જહાં અનુસાર, સરકાર આધુનિકીકરણ અને મુસાફરોની સુરક્ષાના દાવા કરે છે, પરંતુ ભારતની ધરતી પર બુલેટ ટ્રેન જેવી ટ્રેન ચલાવવી શક્ય નથી. સરકારે શુભ સમય જણાવવો જોઈએ કે ક્યારે રેલવેને ખાનગી હાથમાં વેચવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.